બરાબર બે વર્ષ પહેલાની વાત
હતી કોઈક સાથેની મુલાકાત
એ જ અર્થહીન વિચારોની વાટ
સપનાઓમાં હતી થોડી ગભરાટ
મધરાત ચેટીંગ ની ઉશ્કેરાટ
ચાર્જિંગના અભાવે પાડી વાતમાં ફાંટ
બરાબર બે વર્ષ...
ઉજાગરામાં જ હતી મનની મલકાટ
ગુડ નાઈટથી થયેલી વાતની શરૂઆત
કી પેડમાં હતી ઈમોજી ની ઉત્પાત
અંગુઠાઓ એ પકડી હતી મેરેથોનની વાટ
બરાબર બે વર્ષ...
નયનને ફરી હતી એ જ ચેહરાની તલાશ
હતી ખુલ્લા કેશને એના પર રમતા જોવાની આશ
એના હાથ માં હતી રંગોની સુવાસ
હતી વાતાવરણમાં 'રવિ' ની ખારાશ.
No comment yet for this creation..!
Share Creativity
If you are a creative medical / paramedical student or
practitioner and want to explore & share your talent with the world,
we heart