07 Mar 2017
(ડો. અપેક્ષા સોલંકી એમ.ડી. ડર્મેટોલોજીસ્ટ છે, તેઓએ એમ.બી.બી.એસ. તથા એમ.ડી., બી.જે. મેડીકલ કોલેજ, અમદાવાદ થી પૂર્ણ કર્યું છે.) લોકોની જૂઠી લાગણીથી જે તંગ છે તે હું જ છું, દુઃખ મારું હું ને મારો જે ઉમંગ છે તે હું જ છું! ચાલ્યા કરે સંવાદ નિત્ય મારો જ મારી સાથે, ને મારામાં સતત ચાલતી જે જંગ છે તે હું જ છું! હું છીપ છું, હું મત્સ્ય છું ને આ ગાઢ દરિયો પણ, ને દરિયા પરની તોફાની જે તરંગ છે તે હું જ છું! ઊડતી પડતી લહેરાતી ને ફરીથી ઊંચે જતી, અંતે આભને સ્પર્શી જે પતંગ છે તે હું જ છું! શાયર છું, શાયરી છું ને શાયરની પ્રેરણા પણ, આજે મહેફિલમાં છવાયો જે રંગ છે, તે હું જ છું! સાથે જીવવા-મરવાના વાયદા તું ભલે કર્યા કરે, જન્મથી હર પળ જે મારી સંગ છે, તે હું જ છું! અદભુત છું, અદ્વિતીય ને સંપૂર્ણ પણ તો છું, ને મારા સમગ્રપણાથી જે દંગ છે, તે હું જ છું!
this is nice
nice
If you are a creative medical / paramedical student or practitioner and want to explore & share your talent with the world, we heart
We at Spandan offer you to get your Advertisement published in our yearly Book "Spandan". We accept all type of advertisements, Be it Display, App
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. nulla pariatur.
SUCCESS :
TestKetan ambani9 years ago
this is nice
janaksinh zala7 years ago
nice