01 Nov 2015
૧ નવેમ્બર ૨૦૧૫ - વલસાડ
મુખ્ય આયોજન - ડૉ. ઉન્નતિ પટેલ (અખંડાનંદ આયુર્વેદ કોલેજ, અમદાવાદ)
તથા ડૉ. ખુશ્બુ દેસાઇ (ઓ. એચ. નઝર આયુર્વેદ કોલેજ, સુરત)
સ્પંદન ટ્રસ્ટ દ્વારા મોરબી, અમદાવાદ, ભાવનગર, ભુજ, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, ગાંધીનગર, વડોદરા તથા સુરતમાં કપડા વિતરણના સફળ કાર્યક્રમ બાદ હવે સ્પંદન ટ્રસ્ટના કપડા વિતરણ કાર્યક્રમની પૂર્ણાહૂતિ વલસાડમાં કરવામાં આવી હતી. વલસાડ શહેરના કાર્યક્રમની સંપૂર્ણ જવાબદારી ડો. ઉન્નતી પટેલ તથા ડો. ખુશ્બુ દેસાઈ દ્વારા લેવામાં આવી હતી. ૧ નવેમ્બર ૨૦૧૫ ના રોજ બામરી, ધરમપુર ખાતે વિશાળ જગ્યામાં કાર્યક્રમની ગોઠવણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજનકર્તા ડો. ઉન્નતી પટેલ તથા ડો. ખુશ્બુ દેસાઈની સાથે ડો. ચાંદની મહેતા, ડો. ઉન્નતી દેસાઈ, ડો. વૈભવી મહેતા, ડો. રાજેન્દ્ર સોલંકી, ડો. હેમંત મહેતા, ડો. નિલેશ્વરી પટેલ તથા ડો. વિશાલ પટેલ પણ જોડાયા હતા. વલસાડના તમામ આયોજનમાં પ્રેક્ટીસ કરતા તબીબો પણ હતા. તબીબી વ્યવસાયોમાંથી આવી સેવાકીય પ્રવૃત્તિ માટે સમય ફાળવવો કેટલો અઘરો હોય એ સમજી શકાય એવી બાબત છે. આ તમામ ડોક્ટરો દ્વારા ૫૦૦ જોડી કપડા એકઠા કરવામાં આવ્યા હતા. આ કપડા બામરી ગામના સરપંચશ્રીના સહયોગથી તમામ ગ્રામજનોને ભેટમાં આપવામાં આવ્યા હતા. ખૂબ જ સફળ રીતે આ કાર્યક્રમનું સમાપન થયું હતું. ધરમપુર ન્યૂઝ દ્વારા આ કાર્યક્રમની સરાહના કરવામાં આવી.
સ્પંદન ટ્રસ્ટ દ્વારા આયોજીત કપડા વિતરણનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતના ૧૧ શહેરોમાં સંપન્ન થયો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ સદસ્યોએ ખૂબ જ મહેનત કરી હતી. ફેસબુક તથા વોટસએપ પર ડીસ્પ્લે ઈમેજ, મેસેજ, પોસ્ટ વગેરે માધ્યમો દ્વારા ૨૭૬૦ જોડી કપડા એકઠા કરવામાં આવ્યા તથા ગરીબોને ભેટ આપવામાં આવી. આ કાર્યક્રમના મુખ્ય આયોજનકર્તા ડો. પાર્થ ગોલ તથા ડો. કોમલ સરધારા અભિનંદનના હક્કદાર છે.
ભવિષ્યમાં પણ આવી સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ સ્પંદન ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવશે તેમ પ્રેસિડન્ટ ડો. પાર્થ ગોલ દ્વારા જણાવવામાં આવ્યું હતું. સમગ્ર સ્પંદન ટ્રસ્ટ દ્વારા ગૌરવ લઈ શકાય એવો આ અનોખો કાર્યક્રમ ફેસબુક પર છવાયલો રહ્યો. ત્યાં પણ અનેક લોકો દ્વારા આ કાર્યક્રમની સરાહના કરવામાં આવી હતી.
If you are a creative medical / paramedical student or practitioner and want to explore & share your talent with the world, we heart
Read More »We at Spandan offer you to get your Advertisement published in our yearly Book "Spandan". We accept all type of advertisements, Be it Display, Appointment…
Read More »Spandan Trust organizes the social activities with sharing the creativity of medicos to generate awareness among the people and to help
Read More »SUCCESS :
No comment yet for this events..!