27 Nov 2016
૩૦૦ જોડી કપડા એકઠા કરીને ગરીબ બાળકોને આપવાનો સેવાયજ્ઞ
ગરીબ તવંગરના ભેદભાવ ભુલીને તહેવારોની દરેક સાથે ખુશીઓ વહેચી ઉજવણી કરવી એ તહેવારોનું સાચુ હાર્દ છે. ત્યારે મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા મોરબીના તબીબોએ ગરીબ બાળકો માટે ઘરે ઘરેથી જુના પણ સારા અને પહેરવા યોગ્ય કપડા એકઠા કરીને તેમને આપીને દિવાળીના તહેવારોની ખુશીઓ આપીને તેમના જીવનમાં ઉમંગનો દીપ પ્રજ્જવલીત કર્યો હતો.
મોરબીમાં તબીબી અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું સંગઠન સ્પંદન દ્વારા શહેરની ઝુંપડપટ્ટી વસાહતમાં રહેતા ગરીબ બાળકો પણ દિપાવલી પર્વની ઊજવણી કરી શકે તે માટે ઘરે ઘરેથી જુના પણ સારા અને પહેરવા લાયક કપડા એકઠા કરવાનો સેવાયગ્ન હાથ ધર્યો હતો. જેમાં સ્પંદનના સદસ્યો ડો.હેમાંશી ગરમોરા, ડો.એકતા નેસડીયા, ડો.હિરલ પુજારા, ડો.ઉન્નતિ નેસડીયા, યજ્ઞેશ આદ્રોજા સહિતના એ ઘરે ઘરેથી કપડા એકઠા કરવાનું અભીયાન હાથ ધર્યુ હતું. જેમાં ૩૦૦ જોડી સારા વ્યવસ્થિત કપડા એકઠા થયા હતા.બાદમાં સ્પંદનના તમામ સદસ્યો ગરીબ બાળકોને આપવા નીકળી પડ્યા હતા.શહેરની ઝુંપડપટ્ટી વિસ્તાર જેવાકે પાડાપુલ નીચે, શનાળા બાયપાસ સહિતના વિસ્તારોમાં ગરીબ બાળકોને આ ૩૦૦ જોડી કપડાનું વિતરણ કર્યુ હતું.ભાવી તબીબીઓની નિ:સ્વાર્થ સેવા પ્રવૃતીઓથી ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત રેલાયુ હતું.સ્પંદન ગૃપે પર્વમાં સર્વનું ભલુ થાય એજ સાચી ઉજવણી ને સાર્થક કરી હતી.
If you are a creative medical / paramedical student or practitioner and want to explore & share your talent with the world, we heart
Read More »We at Spandan offer you to get your Advertisement published in our yearly Book "Spandan". We accept all type of advertisements, Be it Display, Appointment…
Read More »Spandan Trust organizes the social activities with sharing the creativity of medicos to generate awareness among the people and to help
Read More »SUCCESS :